જીવન માં વાંચન નું મહત્વ અને તેના ફાયદા - પાર્થ ટોરોનીલ
પુસ્તક પ્રેમીઓ માટે આ પુસ્તક એક વાર વાંચવા જેવું છે. તેમાં વાંચન ના ફાયદા, વાચક ના પ્રકારો, વાંચન શા માટે જરૂરી છે એ વિચે લેખકે વિસ્ત્રુત ચર્ચા કરેલ છે, આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે.
નીચેના મુદ્દાઓ પુસ્તક માં આવરી લેવામાં આવ્યા છે.
(1) વાંચન નું મહત્વ.
વાંચન થી વ્યક્તિ વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.વિવિધ વિષયો ને વાંચીને વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. વાંચન એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નો સરળ માર્ગ છે. તમે વધારે ને વધારે વાંચી ને એક અલગ દુનિયામાં ડુપકી મારી શકો છો અને વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવી શકાય છે.વાંચન આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વર્તમાન માં જીવવામાં મદદ કરે છે
(2) વાચકોના પ્રકાર
(i) Book worms
આ પ્રકારના વાચકો વાંચવા ખાતર વાંચન કરે છે. કોઈ પુસ્તક વાંચ્યા પછી તેમને એના વિષે પૂછવામાં આવે તો કઈ યાદ હોતું નથી.
(ii) Book Lovers
આ પ્રકારના વાંચક પુસ્તક વાંચે છે, સમજે છે અને તેમાંથી ઉપયોગી હોય તે જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરે છે.
(3) વાંચન કેટલા પ્રકારનું હોય છે?
વાંચન મુખ્યત્વે બે પ્રકારનું હોય છે (i) ફરજીયાત અને (ii) મરજિયાત
(4) હું વાચક કેવી રીતે બન્યો એ લેખક ની (True Story)
લેખક ને વાંચક કેવી રીતે બન્યા તે વર્ણવે છે . તેમના દાદાજી એક સારા વાંચક હતા અને રોજ છાપું વાંચતા અને લેખક માટે છાપ માંથી એમને ગમે તેવા આર્ટિકલ નીકાળી આપતા. એમ ધીમે ધીમે લેખક ને વાંચન નો શોખ જાગ્યો.
(5) ઓડિયો બુક, મૂવી અને પુસ્તકો એમાંથી કોનું મૂલ્ય વધારે
ઓડિયો બુક માં આપડે એકીસાથે સંભાળવી પડે છે જોકે એમાં સ્ટોપ અને રીસ્યુમ નો વિકલ્પ હોય છે પણ હોય છે. ઓડિયો બુક માં તમને વિચારવાનો સમય નથી મળતો કોઈ વાક્ય માં ખબર ના પડી તો એમનેમ પ્લે થઇ જાય છે જયારે પુસ્તક માં તમને જોઈએ એટલો સમય મળે છે.તેમજ આજકાલ તો એ-બુક નો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. એમેઝોન કિન્ડલ જેવા ઈ-બુક રીડર ઉપલબ્ધ છે.
(6) નામચીન વ્યક્તિઓના પુસ્તક ઉપરના અવતરણો
"જે ના ઘરે પુસ્તક ના હોય એના ઘરે દીકરી અપાવી નહિ " - ગુજરાતી લેખક ગુણવંત શાહ
"મનન કર્યા વગરનું વાંચન એ પાચન કર્યા વધારે ખાધું કેવાય " - Edmund Burke
"એક વસ્તુ તો તમને પાક્કી ખબર હોવી જોઈએ , એ છે પુસ્તકાલય નું સ્થાન " - આલ્બર્ટ આઈન્સ્ટાઈન
પુસ્તકપ્રેમી આ પુસ્તક એક વાર જરૂર વાંચવી જોઈએ.
Comments
Post a Comment